What’s Hot

More Posts

   The Latest

Most Popular

લગ્નની નોંધણી માટે રૂપિયા 4 હજારની લાંચ તલાટીએ માગ્યા બાદ 2 હજારમાં મામલો ડીલ થયો

નડિયાદ ACBએ છટકું ગોઠવી લાંચીયા તલાટીને પકડ્યો.

નડિયાદના ડાભાણ ગામે લાંચીયા તલાટીને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો છે. નડિયાદ ACBએ છટકું ગોઠવી લાંચીયા તલાટીને પકડ્યો છે. ફરિયાદીએ લગ્ન કરેલા હોય ગ્રામ પંચાયત દફ્તરે લગ્નની નોંધણી કરાવવા જતા આ પેટે તલાટીએ રૂપિયા 4 હજારની લાંચ માંગી હતી. જે બાદ રકઝક થતા 2 હજારમાં ડીલ નક્કી થઈ હતી. જોકે નડિયાદ ACBએ છટકું ગોઠવી લાંચીયા તલાટીને રંગે હાથે લાંચ લેતા પકડી પાડ્યો છે.

નડિયાદ તાલુકાના ડભાણ ગામે સરદાર ચોકમાં આવેલ ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી તરીકે વિશાલકુમાર કાન્તીભાઇ સોલંકી  ફરજ બજાવે છે. આજે સોમવારે ગ્રામ પંચાયત કચેરીમાં નડિયાદ ACBએ છટકું ગોઠવી લાંચીયા તલાટીને પકડી પાડ્યો છે. ફરીયાદીએ ગઇ 14 ડીસેમ્બર 2023ના રોજ લગ્ન કરેલ જે લગ્નની નોધણી કરાવવા માટે ફરીયાદી આરોપીની કચેરીમાં ગયેલ અને નોંધણી કરાવવા બાબતે પુછતા આરોપીએ ફરીયાદી પાસે પ્રથમ રૂપિયા 4 હજારની લાંચની માંગણી કરેલ હતી. જેથી ફરીયાદીએ રકઝક કરતા અંતે રૂપીયા 2 હજાર આપવાનું નક્કી થયેલ જે લાંચના નાણા ફરીયાદી આપવા માગતા ન હોય જેથી નડિયાદ એ.સી.બી. કચેરીનો ફરીયાદીએ સંપર્ક કર્યો હતો. જે સંદર્ભે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરેલ જે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાની માગણી કરી રંગે હાથે ઝડપાઇ ગયા હતા.

To Top